ફકરો-1
સાચા શિક્ષણની શરૂઆત કરવી હશે તો આપણે આપણી પ્રકૃતિ સાથે આપણી ખેતીના સંબંધ સમજવો પડશે. કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે આપણે ખેતીને ઝેર પીવડાવીએ છીએ. એને અમૃત પીવાડાવીએ આ અમૃત એટલે વાદળોમાંથી વરસતાં વર્ષાબિંદુ. આ ઉપરાંત હવે પછીની પેઢીમાં શ્રમનિષ્ઠા, ઉધમ કરીને જ આહાર લેવાની ટેવ પાડવાનું શિક્ષણ આપો. 21 મી સદીમાં આપણી સામે સૌથી મોટો પડકાર છે, શિક્ષણનું બજારીકરણ આજે આવા ખાનગી વિશ્વવિધાલયોને અટકાવી ન શકાય તો એના વિધાર્થીઓ સાથે સંવાદ કરીએ. એ સંવાદ દ્રારા એમને પ્રકુતિના જતન જીવનનાં સંવર્ધન શ્રમનિષ્ઠ જીવન તરફ લઇ જઈ શકીએ કે નહિ ? જો એમ નહિ થાય તો આ બજારો આપણું સર્વસ્વ ઓહિયા કરી જવા તૈયાર બેઠા છે.
પ્રશ્નો :-
(1) 21 મી સદીમાં આપણી સામે સૌથી મોટો પડકાર શું છે.
(A) ખેતીમાં વધુ ઉત્પાદન
(B) સાચું શિક્ષણ
(c) ખાનપાનની આદતો
(D) શિક્ષણનું બજારીકરણ
(2) આ ફકરાને અનુસાર હવે પછીની પેઢીને કેવું શિક્ષણ આપવું જોઈઅ ?
(A) પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતું શિક્ષણ
(B) યંત્રો સાથે જોડતું શિક્ષણ
(C) વ્યવસાયને લગતું શિક્ષણ
(D) ગોખાણપટ્ટી કરાવતું શિક્ષણ
(૩) ‘ઓહિયા કરી જવું’ રૂઢીપ્રયોગનો અર્થ આપો
(A) ઈજા પહોચાડે એવું
(B) મૃત્યું તરફ લઇ જનારું
(c) નાશ કરે એવું
(D) પચાવી જાણે એવું
(4) કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે ખેતીને શું આપવું પડે એમ છે?
(A) કુવાનું પાણી
(B) સમુદ્રનું પાણી
(C) નદીઓનું પાણી
(D) વાદળોમાંથી વરસતા અમૃતબિંદુ
(5) આ ફકારામાંથી ‘મહેનત’ શબ્દનો અર્થ ધરાવતો શબ્દ શોધી લખો.
(A) આળસ
(B) આદત
(C) શ્રમ
(D) આરામ