chalo ek najare revision part chapter 1 to 1o
Download pdf chalo ek najare revision part chapter 1 to 1o
સંખ્યા વાચન લેખન
(૧) ભારતીય લેખન પદ્ધતિ
(૨) આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પધ્ધતિ (અપેક્ષા જ્ઞાન કી બુક મહાવરો-૩)❤
આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પધ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને મિલિયન નો ઉપયોગ કરવામાં આવે છે.
1 મિલિયન = હજાર વખત હજાર
1 मिलियन = 1000 × 1000
1 મિલિયન = 10 લાખ
હજાર અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામ નો ઉપયોગ કરવામાં આવે છે. જે જમણી બાજુથી દર ત્રણ અંક પછી આવે છે. પ્રથમ અલ્પવિરામ હજાર દર્શાવે છે અને તેના પછીનુ અલ્પવિરામ મિલિયન દર્શાવે છે.
1 મિલિયન = 10 લાખ
10 મિલિયન = 100 લાખ = 1 કરોડ
100 મિલિયન = 1000 લાખ =10 કરોડ
1000 મિલિયન = 10000 લાખ = 1 બિલિયન
મહત્તમ સંખ્યા અને ન્યુનતમ સંખ્યા (અપેક્ષા જ્ઞાન કી બુક મહાવરો - 4)
મહત્તમ સંખ્યા એટલે મોટામાં મોટી સંખ્યા
ન્યુનતમ સંખ્યા એટલે નાનામાં નાની સંખ્યા
• ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ (અપેક્ષા જ્ઞાન કી બુક મહાવરો - 5)
ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી ક્રમશ મોટી સંખ્યા તરફ જવું.
ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી ક્રમશ નાની સંખ્યા તરફ જવું.
:• સ્થાનકિંમત (અપેક્ષા જ્ઞાન કી બુક મહાવરો - 6)
સ્થાનકિંમત/ સ્થાનીયમાન/ સ્થાનીય મૂલ્ય
જે સ્થાનમાં જે અંક હોય તેના આધારે મળતી કિંમત સ્થાનકિંમત કહે છે.
શૂન્ય ગમે તે સ્થાનમાં હોય તેની કિંમત હંમેશા શૂન્ય જ થાય.
સરવાળા માટે સરવાળો, યોગફળ અને યોગ જેવા શબ્દો વપરાય છે.
બાદબાકી માટે બાદ, અંતર, તફાવત જેવા શબ્દો વપરાય છે.
ગુણાકાર માટે ગુણનફળ, ગુણાકાર જેવા શબ્દો વપરાય છે.
ભાગાકાર માટે ભાગફળ, ભાંગાકાર જેવા શબ્દો વપરાય છે.