પંચાયતી રાજ ની માહિતી ભાગ ૨

        Apexa Gyan Key

   પંચાયતી  રાજ ની માહિતી ભાગ ૨

                🔰➖સરપંચ➖🔰

💫સરપંચ એટલે પંચાયતી રાજની રાજકીય પ્રથા હેઠળ ગ્રામ્યસ્તરે કામ કરતી વહીવટી સંસ્થા એટલે કે ગ્રામ પંચાયતનો ચુંટાયેલો નેતા.

💫આ પ્રકારની રાજકીય પ્રથા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ અમલી છે.

💫આ વ્યવસ્થામાં સરપંચ ગ્રામ પંચાયતના ચુંટાયેલા નેતા તરીકે પાંચ વર્ષ સુધી અન્ય ચુંટાયેલા સભ્યો સાથે મળીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ગ્રામોત્કર્ષની યોજનાઓ લાગુ કરવા અંગે મહત્વના નિર્ણયો લેવાની સત્તા ધરાવે છે.


✨🏢તાલુકા પંચાયત🏢✨

💫એ તાલુકા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું બીજું સ્તર છે.

💫અહીં તાલુકા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક તાલુકા પંચાયતના કાર્યો થાય છે.

🌟તાલુકા વિકાસ અધિકારી અથવા ટી.ડી.ઓ.

💫તાલુકા પંચાયતના વર્ગ-૨ની કક્ષાના સરકારી અધિકારી છે.

💫તેઓએ પંચાયતને લગતા વિકાસના કાર્યો કરવાના હોય છે.

📚ગુજરાતમાં તાલુકા પંચાયતોની સંખ્યા કુલ ૨૪૮ છે.

✨🏢જિલ્લા પંચાયત🏢

💫એ જિલ્લા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતિય સ્તર છે.

💫અહીં જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક જિલ્લા પંચાયતના કાર્યો થાય છે.

- જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કલેક્ટર ફરજ બજાવે છે.
                          By: Gohel Jitendra

1 Comments

Previous Post Next Post

Contact Form