પંચાયતી રાજ ની માહિતી ભાગ ૧

🌞 Apexa Gyan Key🌞

             🌱 પંચાયતી રાજ🌱

📑પંચાયતી રાજ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, અને નેપાળમાંઆવેલ દક્ષિણ એશિયાઇ રાજકીય પ્રથા છે.

📑"પંચાયત" શબ્દ પાંચ (પંચ) અને વિધાનસભા (આયત) પરથી આવ્યો છે.

📑પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કેરાયેલ પાંચ વડીલોનો સમુહ.

📑કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ ના દાયકામાં અપનાવવામાં આવી હતી.

📑૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.

📑૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન.

📑હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.

📑દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.

📑પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:

👉(૧) ગ્રામ પંચાયત,
👉(૨) તાલુકા પંચાયત,
👉(૩) જિલ્લા પંચાયત.

💡કાર્યો💡

✨ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.

✨ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.

⚡જેવી કે

🔰સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના

🔰ખાસ રોજગાર યોજના

🔰ઇન્દિરા આવાસ યોજના

🔰ગ્રામીણ સ્વચ્છતા યોજના

🔰ગોકુળ ગ્રામ યોજના

🔰સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

👉🏼ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

👉🏼ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.

                             By :Gohel Jitendra
Previous Post Next Post

Contact Form