નકશા


📝 નકશા ને ચાલો સમજીએ...અપેક્ષા જ્ઞાન કી સાથે...જીતુ સર.


🔹 નકશો એટલે શું?

નકશા શબ્દ નો અંગ્રેજી પર્યાય Map છે.જે લેટિન ભાષાનો શબ્દ "Mappa Mundi " ઉપરથી અપભ્રંશ થઈને Map બન્યો છે. તેનો અર્થ "હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો" એવો થાય છે.સામાન્ય અર્થ માં  નકશો પૃથ્વીની સપાટી અથવા કોઈ એક ભાગના સપાટી પરના આલેખનને નકશો કહે છ.

🔹નકશા ના મુખ્ય બે પ્રકાર પડે છે.


1:હેતુ આધારિત નકશા.
2: માપ પ્રમાણે નકશા.

🔹 ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય ત્રણ સંસ્થાઓ છે🔹


NATMO -નેશનલ એટલાસ થીમૈતિક મેપ  ઓર્ગેનાઇઝેશન .
આ સંસ્થા કલકત્તામાં આવેલી છે.
 તે વિતરણ દર્શાવતા નકશાઓનો નિર્માણ કરે છે.

🔹NRSA : નેશનલ રીમોટ સેન્સિંગ એજન્સી
આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે .
તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ આ તસવીર થી નકશાઓ તૈયાર કરે છે

 🔹 સર્વે ઓફ ઈન્ડિયા: આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે .
આ સંસ્થા નકશા નિર્માણ અને તેનો ઉપયોગ માટેની મંજૂરી આપે છે
આપના પાઠ્યપુસ્તક ના નકશા આ સંસ્થા દ્વારા નિર્માણ અને પ્રમાણિત કરેલ હોય છે.

🔹નકશા ના મુખ્ય ત્રણ અંગો છે.
1 દિશા.
2 પ્રમાણ માપ.
3 રૂઢ સંજ્ઞાઓ.

🔹નકશા માં જુદા-જુદા રંગ અને રંગપર થી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે
1 ભૂમિ સ્વરૂપો માટે કથ્થઈ અથવા બદામી રંગ વપરાય છે.
2 જળ સ્વરૂપ માટે વાદળી રંગ વપરાય છે
3 વનસ્પતિ પ્રદેશ માટે લીલો રંગ વપરાય છે
4 રેલ માર્ગ માટે કાળો રંગ વપરાય છે.
5 જમીન માર્ગ માટે લાલ રંગ વપરાય છે
6 ખેતી માટે પીળો રંગ વપરાય છે.

💥ગોહેલ જીતુ સર.9408039595.

💥source std-6 NCERT Book

📝Apexa Gyan Key.
Previous Post Next Post

Contact Form