વસંતપંચમી

નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી Apexa Gyan Key વસંતપંચમી 








 


મહા મહિનાના સુદ પક્ષની પાંચમને દેવી સરસ્વતીજીના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વાગીશ્વરી જયંતી અને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે.
શિક્ષા સંબંધિત કામ કરનાર અને વિદ્યાર્થીઓ માટે વસંત પંચમી ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપનારી મનાય છે, આથી વિદ્યાર્થીઓએ કોઇ નવી વિદ્યા શીખવાનું શરૂ કરવું જોઇએ. વસંત પંચમીએ શરૂ કરવામાં આવેલી વિદ્યાથી જલ્દી જ જ્ઞાન મળે છે અને તેનો ઉપયોગ આપણે જીવનમાં કરી શકીએ છીએ હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીના દિવસે બાળકોને અક્ષર જ્ઞાનનો પ્રથમ અક્ષર શીખવવામાં આવે છે.
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. આ તહેવારના દિવસે વિદ્યાલયોમાં સરસ્વતી પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓ વિદ્યાનુ મહત્વ બતાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે.
હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.વસંતઋતુનું આગમન થતા જ પ્રાકૃતિક પરવેશમાં પરિવર્તન આવે છે. પ્રકૃતિને નવજીવન મળે છે વસંતનો વૈભવ માણવા માટે તમારે ગામડામાં જવું જોઈએ કારણકે વર્તમાન સમયમાં શહેરોમાં કોંક્રિટના જંગલો જોવા મળે છે જ્યારે ગામડામાં વૃક્ષો નવ પલ્લવિત થયેલા જોઈ શકો છો.

Jeetu sir :9408039595
Apexa Gyan key

1 Comments

Previous Post Next Post

Contact Form