સ્વામી દયાનંદ

સ્વામી દયાનંદ નો જન્મ વિક્રમ સંવત 1881ના ફાગણ વદ દશમના રોજ ટંકારા નજીક જીવાપુર  ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કરસનજી લાલજી ત્રિવેદી હતું. તેઓ અંબા શંકર નામથી જાણીતા હતા. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેઓ ચુસ્ત શૈવ ધર્મી હતા.
બાળપણમાં દયાનંદના બે નામ પાડવામાં આવ્યા હતા: એક નામ હતું દયાળજી અને બીજું નામ હતું મૂળશંકર. તેમને બે ભાઈઓ અને બે બહેનો હતા. દયાળજી ની બુદ્ધિ તેજ હતી અને યાદશક્તિ આશ્ચર્યજનક હતી. આઠ વર્ષની વયે તેમના યજ્ઞપવિત સંસ્કાર થયા અને જનોઈ ધારણ કરી.
મૂળશંકર ની જ્ઞાન પિપાસા કદી તૃપ્ત ન થાય તેવી હતી તેઓ અભ્યાસ માટે કાશી જવા માગતા હતા પરંતુ માતાએ જવા ન દીધા એટલે તેમણે એ વિચાર માંડી વાળ્યો.

દયાનંદે પોતાના આર્ય સમાજમાં નક્કર રૂપ આપવા તેમણે જે વિચારો અમલમાં મૂક્યા તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે.

  • મૂર્તિપૂજાનો સદંતર ત્યાગ કરવો જોઈએ. કેવળ સર્વ વ્યાપક ઈશ્વરનું સ્મરણ કરો એ જ માર્ગે મોક્ષ મળી શકશે.
  • માણસ પોતાના જન્મથી નહીં પરંતુ જેવા કર્મો કરે છે તેને પરિણામે જ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા શૂદ્ર બને છે.
  • સ્ત્રીઓને પુરુષો જેટલા જ સમાન અધિકારો મળવા જોઈએ.
  • બાળલગ્નોની પ્રથાને તિલાંજલિ આપવી જોઈએ.
  • પુરાણોને વેદસાહિત્ય નો ભાગ ગણી ન શકાય.
  • માતા-પિતા પ્રત્યે આદરભાવ રાખવો જોઈએ. સંતાનોએ પ્રેમ અને ભક્તિભાવે તેઓની સેવા કરવી જોઈએ. મરી ગયેલા સ્વજનો પાછળ થતી શ્રાદ્ધ ક્રિયા અર્થહીન અને મૂર્ખાઈ ભરેલી છે.
  • આર્ય પ્રજા ને હિન્દુ ગણવી એ ખોટું છે કારણકે વિદેશીઓએ તિરસ્કાર પૂર્વક આપણને એ નામ આપેલું છે. દરેક કાર્યને યજ્ઞોપવિત સંસ્કાર થવા જોઈએ.
Previous Post Next Post

Contact Form