તીર્થ ગ્રામ યોજનાની સંપૂર્ણ માહિતી

💥તીર્થ ગ્રામ યોજનાની સંપૂર્ણ માહિતી ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે.....જીતુ સર.


📝ગુજરાત માં તીર્થ ગ્રામ યોજના ની શરૂઆત 21 જુલાઈ ૨૦૧૪ થી અમલમાં આવી આ યોજનાનું પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર આપે છે
💥તીર્થ ગ્રામ યોજના માટેનાં  માપદંડ આ પ્રમાણે હોય તો તીર્થ ગામ માં સમાવેશ થાય.

  •  છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયો ન હોવો જોઈએ.
  • જે તે ગામ માં  માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન કે વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ .
  • ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
  •  ગામમાં કન્યાકેળવણી નો ઊંચો દર અને અપવ્યાયનો દર નીચો હોવો જોઈએ.
  • આ  ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થ ગામ પ્રસન્ન કરવામાં આવે છે.


💥 તીર્થ ગ્રામ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે એકતા વધે અને ભાઈચારાની ભાવના વધે એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
➖છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તેને તીર્થગામ અને છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તો તેને પાવનગામ જાહેર કરવાની મુખ્ય જોગવાઇ છે.
➖આ અંગે તિર્થગામ તરીકે જાહેર થનાર ગામને 2 લાખનું પ્રોત્સાહક અનુદાન અને પાવનગામ તરીકે જાહેર થનાર ગામને 1 લાખનું પ્રોત્સાહક અનુદાન મળે છે.
➖ અત્યાર સુધી1224  તીર્થ ગામ અને પવન ગામ જાહેર કરવામાં આવેલ છે.

 ✍🏻 Jitu sir-9408039595
🔹Join our telegram channel👇🏼👇🏼
https://t.me/apexagyankey

Previous Post Next Post

Contact Form