યશવંત પંડ્યા


ગુજરાતી સાહિત્યના જાણીતા એકાંકીકાર યશવંત પંડ્યા વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે.... જીતુ સર.

યશવંત પંડ્યા નો જન્મ 22 ફેબ્રુઆરી 1906 ના રોજ સૌરાષ્ટ્રના પચ્છેગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સવાઈલાલ હતું. તેઓ ભાવનગરના વતની હતા. નાનપણથી જ તેમને સાહિત્ય પ્રત્યે રૂચી હતી. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ થી શરુ કરી એમ.એ સુધીનું સમગ્ર શિક્ષણ ભાવનગરમાં જ લીધું હતું.

પશ્ચિમના એકાંકીઓ થી પ્રેરાઈને તેમણે ગુજરાતી સાહિત્યમાં એકાંકી સ્વરૂપમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. નાટક લેખન અને નાટ્ય અભિનય એ તેમના રસના ક્ષેત્રો હતા.
ગુજરાતી સાહિત્યમાં એકાંકી નો પ્રારંભ બટુભાઇ ઉમરવાડિયા થી થયો. પશ્ચિમના જાણીતા નાટ્યકારો ની અસર હેઠળ યશવંત પંડ્યા એ અઢાર વર્ષની વયે એકાંકી સર્જન શરૂ કર્યું.

સર્જન -

'મદનમંદિર' (૧૯૩૧)
'રસજીવન' (૧૯૩૬)
'શરતના ઘોડા' (૧૯૪૩)
કુલ ત્રણ એકાંકી સંગ્રહ
'પડદા પાછળઅને 'અ.સૌ કુમારીએ તેમના દીર્ઘ નાટકો છે.
તેમની પાસેથી સરસ બાળ નાટકો પણ મળી રહે છે.
'ત્રિવેણી'(૧૯૨૯)
'ઘરદીવડી' (૧૯૩૨)

'સાકરનો શોધનારો'  એ બાળમાનસ નું સુંદર નિરૂપણ કરતું નાટક છે. સાકરનો શોધનારો નાટકમાં બાળક શિક્ષણમાં શાળામાં અભ્યાસ કરતા તેનું પ્રાયોગિક ઘરે કરીને રંગ યાદ રાખવાની મથામણ કરે છે અને જ્યારે તેના પિતા તેને ઠપકો આપી ગુસ્સે થાય છે તો તેને પરિણામે બાળમાનસ પર કેવી અસર થાય એ આ નાટક દ્વારા નાટ્યકારે સરસ રજૂ કર્યું છે.
તેમના સર્જનમાં કટાક્ષવક્રોક્તિ અને વિનોદ નો સુમેળ જોવા મળે છે. લાઘવ અને ચોટયુક્ત કથાવસ્તુ તેમના એકાંકીઓ અને ઉત્તમ કક્ષામાં મૂકે છે.
તેમનું અવસાન 14 નવેમ્બર 1955ના રોજ ભાવનગર મુકામે થયું હતું.

jitu sir :9408039595Apexa Gyan Key

Previous Post Next Post

Contact Form