Common Entrance Test ( CET ) 2023-24 Notification

 

🔸 જ્ઞાનશક્તિ રેસીડેન્સી સ્કુલ એટલે શું?

🔸રક્ષા શક્તિ  સ્કુલ એટલે શું?

🔸મોડલ સ્કૂલ એટલે શું?



👉🏻ફોર્મ ક્યારે ભરાશે કોણ આપી શકે પરીક્ષા ની સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો 




રાજ્ય પરીક્ષા બોર્ડ , ગુજરાત રાજ્ય , સેક્ટર -૨૧ , ગાંધીનગર કોમન પ્રવેશ પરીક્ષા ૨૦૨૩-૨૪ જાહેરનામું Common Entrance Test ( CET ) 2023-24 Notification જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSRS ) , જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSTRS ) જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ ( GSDS ) , રક્ષાશક્તિ સ્કુલ્સ ( RSS ) અને મોડેલ સ્કુલ્સ ( MS ) શાળાઓમાં ધોરણ -૬ માં પ્રવેશ માટેની કોમન પ્રવેશ પરીક્ષા જાહેરનામાં ક્રમાંક : રાપબો / CET / ૨૦૨૩ / 388-3517 વંચાણે લીધા 1. શિક્ષણ વિભાગના તા .૦૩ / ૦૩ / ૨૦૧૪ ના ઠરાવ ક્રમાંકઃપીઆરઇ / ૧૪૧૦ / ૩૦૪ / ક 2 શિક્ષણ વિભાગના તા .૩૧ / ૦૭ / ૨૦૨૧ ના GR / NO.SSA / 1121 / 267258 / CH શિક્ષણ વિભાગના તા .૧૯ / ૦૯ / ૨૦૨૨ ના ઠરાવ ક્રાંક : ઉંમ / ૧૮૨૨ / ૧૯૫૦ / ગ -૧ 4. શિક્ષણ વિભાગના તા .૧૧ / ૧૦ / ૨૦૨૨ ના ઠરાવ ક્રમાંકઃસસબ / ૧૨૧૭-૫૬૭ ( પા.ફા .૧ ) / ગ -૧ તા : ૨૦/૦૩/૨૦૨૩ 5. શિક્ષણ વિભાગના તા .૩૦ / ૦૧ / ૨૦૨૩ ના ઠરાવ ક્રમાંકઃસસઅ / ૧૦૨૨ / ન.બા. / ૧૯૨ ન 6. સમગ્ર શિક્ષા , ગુજરાત રાજય , ગાંધીનગરની તા .૧૫ / ૦૩ / ૨૦૨૩ ની સિંગલ ફાઇલ પર મળેલ અનુમતિ અન્વયે . રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSRS ) , જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSTRS ) , જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ ( GSDS ) અને રક્ષાશક્તિ સ્કુલ્સ ( RSS ) વિવિધ રાજય સરકારની યોજના હેઠળ શરૂ થનાર છે . સરકારી અને ગ્રાન્ટેડ ( સરકારી , પંચાયત , નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા , આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા ) શાળાઓમાં ધોરણ -૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSRS ) , જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSTRS ) , જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ ( GSDS ) , રક્ષાશક્તિ સ્કુલ્સ ( RSS ) અને મોડેલ સ્કુલ્સ ( MS ) શાળાઓમાં ધોરણ -૬ માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવાનું આયોજન છે . સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ -૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ ( RSS ) અને મોડેલ સ્કુલ્સ ( MS ) શાળાઓમાં ધોરણ -૬ માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવનાર છે . સમગ્ર શિક્ષા , ગુજરાત રાજય , ગાંધીનગરની તા .૧૫ / ૦૩ / ૨૦૨૩ ની સિંગલ ફાઇલ પર રાજય પરીક્ષા બોર્ડ , ગાંધીનગરને પરીક્ષા લેવા અંગે જણાવેલ છે . ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ -૬ માં પ્રવેશ માટે એક કોમન પ્રવેશ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવેલ છે . જેનો કાર્યક્રમ નીચે મુજબ છે . 

ક્રમ વિગત 1 જાહેરનામું બહાર પાડવાની તારીખ ર ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ૩ . પરીક્ષા ફી X પરીક્ષાની તારીખ તારીખ સમયગાળો ૨૦/૦૩/૨૦૨૩ ૨૩/૦૩/૨૦૨૩ થી ૦૫/૦૪/૨૦૨૩ નિઃશુલ્ક ૨૭/૦૪/૨૦૨૩



1. પ્રવેશ માટેની યોગ્યતાઃ - 

સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ - પની અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરોકત તમામ ( જ્ઞાનશક્તિ રેસીડેથિલ સ્કુલ્સ , દાનક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ , જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સ ) શાળાઓમાં ધોરણ -૬ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે . આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ -૬ માં પ્રવેશ આપવામાં આવશે . - સ્વનિર્ભરખાનગી શાળાઓના ધોરણ - પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સના ધોરણ -૬ ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકાશે . આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ -૬ માં પ્રવેશ આપવામાં આવશે . 

2. પરીક્ષા ફીઃ > 

આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( કોમન પ્રવેશ પરીક્ષા ) નિઃશુલ્ક રહેશે . 

૩. કસોટીનું માળખું - પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની ( Multiple Choice Question MCQ Based ) રહેશે . - પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે . - પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે . - પ્રવેશ પરીક્ષા ધોરણ - પના અભ્યાસક્રમ પર રહેશે . જેમાં ગણિત , ગુજરાતી , અંગ્રેજી , હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે . પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે . -


4. પરીક્ષા કેન્દ્ર - પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે . ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે . 

5. શાળા પસંદગીઃ - આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ માટે કરવામાં આવેલ જોગવાઇ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા નકકી કરવામાં આવશે તે પ્રમાણે શાળાની પસંદગી આપવામાં આવશે . જે અંગે અલગથી પ્રવેશ સમયે સુચના આપવામાં આવશે . 

6. અગત્યની સુચનાઓ 1. આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે . 2. મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે . ૩. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે . A htp : //www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે . 5. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી . આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે . 

6. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી , રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે . પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે . 7. આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કુલ શાળામાં , બી.આર.સી.ભવન અને સી.આર.સી.ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્કમાં ભરવામાં આવશે . સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે . રક્ષાશક્તિ સ્કુલ્સમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે . 

8. વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે .


9. હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે . અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે . 

10.વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે / પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે . જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય . 11.હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે . 

12. રાજય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ કસોટી બાબતે વિદ્યાર્થી તેમજ વાલીએ લાલચ કે છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે . કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે . 

13. ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂરી જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમ્યાન બી.આર.સી. ટી.પી.ઇ.ઓ.શ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે . ( યાદી આ સાથે સામેલ છે . ) ટી.પી.ઇ.ઓ. કચેરી માટે સંબંધિત તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાશે . 

14. વિદ્યાર્થી પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે . 

15. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે . જે પ્રવેશ વખતે રજુ કરવાનું રહેશે . 

16. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા : ૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક : સશપ / ૧૨૨૦૧૫ / ૪૫૫૨૪૬ / અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું ( નોન ક્રિમીલીયર સર્ટી ) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે . 

17. આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા .૨૫ / ૦૧ / ૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક : ઇ.ડબલ્યુ.એસ . / ૧૨૨૦૧૯ / ૪૫૯૦૩ / અ અને તા.૧૩-૦૯-૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક ઇ.ડબલ્યુ.એસ . / ૧૨૨૦૧૯૪૫૯૦૩ / ૨ થી નિયત થયેલ નમૂનામાં મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે , 

18. વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે , જાતિ પ્રમાણપત્ર , આર્થિક રીતે નબળા વર્ગ , ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું ( નોન ક્રિમીલીયર સર્ટી ) પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે . તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે .


વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક


પ્રશ્ન બેંક ૧



પ્રશ્ન બેંક ૨



પ્રશ્ન બેંક ૩




Previous Post Next Post

Contact Form