gyan shakti residencial school and gyan shakti tribal residencial schools

 જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ 

gyan shakti residencial school and gyan shakti tribal residencial schools

🔸 જ્ઞાનશક્તિ રેસીડેન્સી સ્કુલ એટલે શું?

🔸રક્ષા શક્તિ  સ્કુલ એટલે શું?

🔸મોડલ સ્કૂલ એટલે શું?




👉🏻ફોર્મ ક્યારે ભરાશે કોણ આપી શકે પરીક્ષા ની સંપૂર્ણ માહિતી માટે નીચે ક્લિક કરો 



https://youtu.be/irCAJSpKiC0


જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ 

1.ગુજરાતમાં જવાહર નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અંતર્ગત ઉપલબ્ધ નિવાસી સુવિધા ધરાવતી શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ માટે દર વર્ષે 4,900 બેઠકો માટે આશરે 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અરજી કરે છે . 

2. ગુજરાતમાં ગુણવત્તાયુક્ત નિવાસી શાળાઓની ખૂબ મોટી અને અપૂર્ણ રહેતી માંગને પૂરી કરવા માટે , ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ની યોજના શરૂ કરવામાં આવી રહી છે . [ 53 

૩. નિવાસી શાળાઓની વણસંતોષાયેલી માંગને પૂરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 50 જેટલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને માત્ર આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે બીજી અંદાજિત 25 જેટલી જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ મળીને અંદાજિત 75 જેટલી નિવાસી શાળાઓની સ્થાપના કરવામાં આવી રહી છે . 

4. સમગ્ર રાજ્યમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ દ્વારા અને આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવશે . આ શાળાઓમાં ધોરણ 6 થી 12 માટે શ્રેષ્ઠ નિવાસી શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે . 

5. આ શાળાઓ સમગ્ર રાજયના તમામ 4 ઝોન એટલે કે સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્થાપવામાં આવશે . જેથી મોટાભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની નજીકમાંજ નિવાસી શાળાની સુવિધા મળી રહે . 

6. શૈક્ષણિક વર્ષ 2023-24થી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં અને જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે . આ શાળાઓમાં પ્રવેશ પાત્રતા અને પ્રવેશ માટેની વિધિ : 

7 . જે વિદ્યાર્થીઓએ સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરેલ હોય , ધોરણ 5 મા ચાલુ વર્ષે ( શૈક્ષણિક વર્ષ 2022-23 ) અભ્યાસ કરી રહેલ હોય અને ધોરણ 6 મા પ્રવેશ સમયે ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પાત્ર બનશે . કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તેમની આ શાળાઓમાં પ્રવેશ માટે પસંદગી કરવામાં આવશે . |||

 8. આ શાળાઓમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 નું નિવાસી સુવિધા સાથેનું ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે ગુજરાત સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે . 

9. ગુજરાત સરકારના નિયમાનુસાર જુદી જુદી કેટેગરીમાં અનામતનો લાભ પ્રવેશ સમયે [ ] શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવાં આવે તે રીતે આપવામાં આવશે .

મોડેલ સ્કૂલ્સ


મોડેલ સ્કૂલ્સમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ આપવામાં આવે છે આ સ્કૂલ્સમા આઈસીટીનો ઉપયોગ , સર્વગ્રાહી શૈક્ષણિક વાતાવરણ , યોગ્ય અભ્યાસક્રમની અને આઉટપુટ અને પરિણામ પર ભાર મૂકવામાં આવે છે . મોડેલ સ્કૂલની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે . 

1. મોડેલ સ્કૂલ્સમાં માત્ર શિક્ષણ માટેનુજ નહીં , પરંતુ રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે પણ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે . રમતગમત , મનોરંજન અને આઉટ ડોર પ્રવૃત્તિઓ માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે . મોડલ સ્કૂલોમાં પ્લે ગ્રાઉન્ડ , ગાર્ડન , ઓડિટોરિયમ વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે . 

2. મોડેલ સ્કૂલ્સના અભ્યાસક્રમમાં સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણનો સમાવેશ કરવામાં આવે છે અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે . 

3 . આ શાળાઓને વિશિષ્ટ વિષય શિક્ષકો ઉપરાંત કલા અને સંગીત શિક્ષકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે . આ શાળાઓમાં ભારતીય વારસા અને કલા અને હસ્તકલા પર ભાર મૂકતી પ્રવૃત્તિઓ માટે પણ સુવિધા ઉભી કરેલ છે . 

4 . આ શાળાઓમાં ગુજરાતી , વિજ્ઞાન , ગણિત અને અંગ્રેજીના શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવે છે . જો જરૂરી હોય તો , નબળા વિદ્યાર્થીઓ માટે બ્રિજ - કોર્સ પણ કરાવવામાં આવે છે . 

5. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પુસ્તકો અને સામયિકો સાથેનું સારું પુસ્તકાલય ઉપલબ્ધ કરાવેલ છે . 

6. આ શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય કક્ષાની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે . 

7. જે વિદ્યાર્થીઓએ સરકારી , અનુદાનિત કે ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરેલ હોય , ધોરણ 5 મા ચાલુ વર્ષે ( શૈક્ષણિક વર્ષ 2022-23 ) અભ્યાસ કરી રહેલ હોય અને ધોરણ 6 મા પ્રવેશ સમયે ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પાત્ર બનશે . 

8. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે મોડેલ ડે સ્કુલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે . જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ , જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ , જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ , રક્ષા શક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સ માટે લેવામાં આવનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેનાં ફોર્મ ( આવેદનપત્રો ) રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર તા . 23 માર્ચ 2025 થી 05 એપ્રિલ 2023 સુધી ભરી શકાશે .


પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ 



રક્ષાશક્તિ સ્કુલ્સ ઠરાવ 



જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઠરાવ 



જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ 



કોમન પ્રવેશ પરીક્ષા ૨૦૨૩-૨૪ જાહેરનામું

Common Entrance Test ( CET ) 2023-24 Notification



https://drive.google.com/file/d/14yol5gmTB15PYiuWwKaJnWxNdE3DjjIp/view?usp=sharing


Previous Post Next Post

Contact Form