આજરોજ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ પ્રિયકાન્ત મણિયારનો જન્મદિવસ છે તો ચાલો જાણીએ તેમના વિશે અપેક્ષા જ્ઞાન કી સાથે..... જીતુ સર
- પ્રિયકાંત પ્રેમચંદ નો જન્મ ઈ.સ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭ વિરમગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માંડલની પ્રાથમિક શાળામાં લીધું હતું. તે શાળાના શિક્ષક જગજીવનભાઈ એ તેમનામાં રહેલી પ્રતિભા જોઈને સાહિત્યરસનું સિંચન કર્યું હતું.
- તેમના પિતાના વ્યવસાયને લીધે રાજકોટ, વિરમગામ, મુંબઈ, માંડલ એમ અનેક સ્થળોએ બીપી તેમને ફરવાનું થયું પછી અમદાવાદમાં સ્થિર થયા. માધ્યમિક શિક્ષણ તેમણે અમદાવાદની ન્યુ હાઈસ્કૂલમાં લીધું હતું, બાદમાં અભ્યાસ છોડી દઈને હાથીદાંતની ચૂડીઓ ઉતારવાના બાપદાદાના વ્યવસાયમાં તેઓ જોડાઈ ગયા. વ્યવસાયની સાથે સાથે તેમનું કાવ્ય સર્જન પણ શરૂ થયું.
- પ્રિયકાન્ત મણિયારની સાહિત્ય સેવા કવિતા પૂરતી મર્યાદિત રહી.
કાવ્યસંગ્રહ :
'પ્રતીક'
'અશબ્દ રાત્રિ'
'સ્પર્શ'
'સમીપ'
'પ્રબળ ગતિ'
'વ્યોમ લિપિ'
'લીલેરો ઢાળ'
'આ નભ ઝૂક્યું તે કાનજી ને પગલી પડે તે રાધા રે....
' એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતા રોપી દીધી એ ફુલ લાવી બેસશે.'
'અચરજ અમને આટલું નહીં સમજાયો સંગ,
પતંગિયું તો ઊડી ગયું ને રહ્યો ટેરવે રંગ.'
'સરવરિયેથી જલને ભરતી તોયે એની મટુકી રહેતી કોરી
એ સોળ વરસની છોરી.'
Tags:
ગુજરાતી સર્જક
Super
ReplyDelete