Javahar Navoday Vidyalaya
Paragraph Test 3
ચામાંચીડિયાં માનવજાતને ખૂબ જ ઉપયોગી છે. 70 ટકા ચામાંચીડિયાં જંતુ-કીડા ખાય છે. આ ચામાંચીડિયાં મચ્છરોથી અથવા છોડવાઓને નુકસાન કરનારા કીડાઓથી છુટકારો આપવામાં મદદરૂપ બને છે.
માત્ર એકસો ને પચાસ ચામાંચીડિયાં લાખોની સંખ્યામાં મૂળ કૃમિઓ(Rootworms) ને ખાઈ શકે છે. જે ચામાંચીડિયાં ફળો ખાવાનું પસંદ કરે છે. તેઓ ઊડે છે ત્યારે બીજને નીચે ફેલાવે છે અને આ બીજ નવાં ઝાડ ઉગાડે છે. પડઘાસ્થાન(Echolocation) ચામાંચીડિયાંને તેમના ખોરાક તરફ નિર્દશે છે. આ ચામાંચીડિયાં હવામાં આગળ વધે તેવો શ્રેણીબદ્ધ ધ્વનિ ઉત્પનન કરે છે, જે વસ્તુઓ અને જંતુઓને અથડાઈને વિવિધ પ્રકારના પ્રતિધ્નિમાં ફેરવાય છે. દિવસ દરમિયાન તેમનું કુદરતી રહેઠાણ તેમને ખૂબ જ સંરક્ષણ પૂરું પડે છે. તેઓ મોટે ભાગે ઝાડ પર અથવા ગુફાઓમાં ઊંડે રહે છે. ભયથી બચવા અને તેમના બચ્ચાનાં ઉછેર માટે આ સ્થળો સંપૂર્ણ સલામત છે. ચામાંચીડિયુ સસ્તન ગણાય છે, કારણ કે તેને રુવાટી હોય છે, તે બચ્ચાંને જન્મ આપે છે અને માતાના દુધથી ઊછરે છે.
(1) ચામાંચીડિયાંના કુદરતી રહેઠાણ છે___
(A) ઝાડ અને ગુફાઓ
(B) દર(જમીનમાં)
(C) ઘર
(D) પૂડો
(2) ચામાંચીડિયાં સસ્તન છે, કારણ કે____
(A) તેઓ ઊડી શકે છે.
(B) તેઓ ઈંડામાંથી સેવાય છે.
(C) તે ઉષ્ણ લોહીવાળાં પ્રાણીઓ છે.
(D) બચ્ચાં માતાના દૂધ પર નભે છે.
(3) ફળ ખાતાં ચામાંચીડિયાં નવાં ઝાડ ઉગાડવામાં મદદ કરે છે.
(A) વસ્તુઓ અને જંતુઓને ઊછળીને
(B) કેરી અને ખજૂર જેવાં પાકા ફળો ખાઈને
(C) તેઓ ઊડે છે ત્યારે બીજ નીચે ફેંકીને
(D) ખોરાકની શોધ માટેના પડઘાસ્થાન તરફ નિર્દશીને
(4) ચામાંચીડિયાં ખેડૂતોને મદદ કરે છે.
(A) ઝાડનો નાશ કરતાં જંતુઓને ખાઈને
(B) નુકશાનકારક હોય તેવા ઝાડનો નાશ કરીને
(C) માત્ર એકસો ને પચાસ ચામાંચીડિયાં ઊત્પનન કરીને
(D) પાકાં ફળો અને અંજીર ખાઈને
(5) ‘નિર્દશે છે’ નો અર્થ છે.
(A) મુસાફરી કરે છે.
(B) છોડે છે.
(C) માર્ગદર્શન આપે છે.
(D) ફેંકે છે.
ફકરા નંબર 2ની જવાબવહી
સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું ?
(C) નરેન્દ્ર
સ્વામી વિવેકાનંદનો જન્મ કઈ સલમા થયો હતો ?
(D) ઈ.સ. 1863
ઘોડાગાડીમાં ઘોડા કેવા બની ગયાં હતા ?
(A)તોફાની
નરેન્દ્રએ કોને બચાવી લીધો હતો ?
(A) પિત્રાઈ ભાઈને
ફકરાને યોગ્ય શિર્ષક આપો ?
(B) નરેન્દ્રની નીડરતા
Paragraph test 1