રાજેન્દ્ર શાહ


આજરોજ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર કવિ રાજેન્દ્ર શાહ જન્મદિવસ છે તો ચાલો જાણીએ તેમના વિશે અપેક્ષા જ્ઞાન કી સાથે ..... જીતુ સર



            રાજેન્દ્ર શાહનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૧૩ના રોજ ખેડા જિલ્લાના કપડવંજ નગરમાં થયો હતો. તેમનું પૂરું નામ રાજેન્દ્ર કેશવલાલ શાહ. તેમની ઉંમર બેજ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આમ નાની ઉંમરમાં તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી, ત્યારે પરિસ્થિતિ સારી ન હોવા છતાં માતા લલિતાબહેને કાળજીપૂર્વક તેમનો ઉછેર કર્યો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કપડવંજમાં લીધું. ૧૯૩૧માં તેમનું લગ્ન થયું.૧૯૩૨ માં મેટ્રિક થયા પછી મુંબઈની વિલ્સન કોલેજમાં એડમિશન લીધું પરંતુ માંદગીને લીધે મુંબઈ છોડ્યું અને વડોદરા કૉલેજમાંથી તત્વજ્ઞાન ના વિષય સાથે બી. એ થયા.
             અભ્યાસ દરમિયાન અને અભ્યાસ બાદ આર્થિક ઉપાર્જન માટે ખાનગી ટ્યુશન અને વિવિધ પ્રકારની નોકરીઓ કરતા કરતા વિવિધ અનુભવો પ્રાપ્ત કર્યા. તેઓ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ રાખતી કંપનીમાં કામ કરતા રહ્યા પછી કાગળનો વેપાર લિપિની પ્રિન્ટરી વગેરે ક્ષેત્રે કામ કર્યું.

કાવ્યસંગ્રહો : કુલ ૨૧ કાવ્ય સંગ્રહ


  • 'ધ્વનિ' (૧૯૫૧)
  • 'આંદોલન' (૧૯૫૧)
  • 'શ્રુતિ' (૧૯૫૭)
  • 'મોરપીંછ' (૧૯૬૦)
  • 'શાંત કોલાહલ' (૧૯૬૨)
  • 'ચિત્રણા' (૧૯૬૭)
  • 'વિષાદને સાદ' (૧૯૬૮)
  • 'ક્ષણ જે ચિરંતન' (૧૯૬૮)
  • 'મધ્યમા' (૧૯૭૭)

તેમના 15 કાવ્યસંગ્રહ 'સંકલિત કવિતા'(૧૯૮૩) રૂપે એકસાથે પ્રગટ થયા છે. તેમણે 'ગીત ગોવિંદ' નો સમશ્લોકી અનુવાદ આપ્યો છે. તેમણે દા ન્તે ની દિવાઈન કોમેડીનો પણ અનુવાદ કર્યો છે.

બોલવા ટાણે હોઠ ખૂલે નહીં,
નેણ રહે લાજી,
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.


૧૯૪૭ કુમાર સુવર્ણચંદ્રક
૧૯૫૬ રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ સુવર્ણચંદ્રક
૧૯૯૨ ગુજરાતી સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર
૧૯૯૯ આદિકવિ નરસિંહ મહેતા સન્માન પુરસ્કાર


તેમના સમગ્ર સાહિત્ય સર્જનને અનુલક્ષીને ૨૦૦૨માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવેલ.


જીતુ સર : ૯૪૦૮૦૩૯૫૯૫

અપેક્ષા જ્ઞાન કી



Previous Post Next Post

Contact Form